મોરબી : મોરબી શહેરના ગેસ્ટ હાઉસ રોડ ઉપર જૂની અદાવતમાં વિશિપરામાં રહેતા ફરિયાદી રફીક ઉમરભાઈ સુમરા નામના યુવાનને આંતરી આરોપી એજાજ નૂરમામદ જામ, રફીક અને એક અજાણ્યા શખ્સે હુમલો કરી ઢીકા પાટુનો માર મારી છરી વડે ઇજા પહોંચાડી જાનથી મારી નાખવા ધમકી આપતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.








