Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઅજયભાઈ લોરીયા સંચાલિત સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા જેતપર ગામને R.O ફિલ્ટર...

અજયભાઈ લોરીયા સંચાલિત સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા જેતપર ગામને R.O ફિલ્ટર પ્લાન્ટ આપશે

મોરબી: મોરબીના જેતપર ગામના દિનેશભાઈ હીરાભાઈ અમૃતિયાનું દુઃખદ અવસાન થયું હતું. ત્યારે આજે મોરબીના સેવાભાવી અજયભાઈ લોરીયા દ્વારા જેતપર ગામે સ્વ.દિનેશભાઈ અમૃતિયાના પરિવારની રૂબરૂ મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી. તથા સ્વ.દિનેશભાઈ અમૃતિયાના સ્મરણાર્થે જેતપર ગામની આમ જનતા માટે શુદ્ધ પાણી વ્યવસ્થાના ભાગ રૂપે અજયભાઈ લોરીયા સંચાલિત સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા R.O ફિલ્ટર પ્લાન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ તકે જેતપર ગામના સરપંચ મનુભાઈ અમૃતિયા, અલ્પેશભાઈ અઘારા, હીરાભાઈ અમૃતિયા તથા ગ્રામજનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ અને શહીદોને સહાય અર્પણ કરવામાં આવી છે. ત્યારે વધુ એક આમ જનતાના હિત માટે જાહેરાત કરી અજયભાઈએ ધન્યતાની લાગણી અનુભવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments