(હરનિશ જોષી) બ્રહ્માકુમારીઝ દ્વારા સમગ્ર દેશમાં ચાલી રહેલા ‘૧૦ કરોs નશામુક્તિ પ્રતિજ્ઞા મહાઅભિયાન‘ અંતર્ગત આજે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે નશામુક્તિ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મોરબી સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ *ડૉ. દુધરેજા સાહેબની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં હોસ્પિટલના આશરે *૫૦ જેટલા ડૉક્ટરો જોડાયા હતા.
આ પ્રસંગે બ્રહ્માકુમારીઝ દ્વારા નશાના શારીરિક, માનસિક, પારિવારિક તથા સામાજિક જીવન પર પડતા દૂષ્પ્રભાવો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રાજયોગ દ્વારા કઈ રીતે વ્યક્તિ જીવન ને આત્મનિર્ભર તથા કોઇ પણ બંધનો થી મુક્ત બનાવી શકે એ પ્રેરણા આપી .મોરબી સેવા કેન્દ્ર ના બ્રહ્માકુમારી બહેનો આદરણીય બ્રહ્માકુમારી સમજુ બેન, બ્રહ્માકુમારી કિંજલ બેન તથા બ્રહ્માકુમારી આયુષી બેન દ્વારા આ કાર્યક્રમ માં રાજયોગ મેડિટેશન અને આધ્યાત્મિક મૂલ્યો દ્વારા વ્યસનમુક્ત તથા તણાવમુક્ત જીવન જીવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમના અંતે મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ sૉ. દુધરેજા સાહેબ સહિત ઉપસ્થિત તમામ ડૉક્ટરોએ નશામુક્તિ જાગૃતિ પ્રતિજ્ઞા લીધી અને પોતાના જીવનમાં કોઇપણ પ્રકારના નશાથી દૂર રહેવા તેમજ સમાજમાં વ્યસનમુક્તિ અંગે જાગૃતિ ફેલાવી વધુમાં વધુ લોકોને આ અભિયાન સાથે જોડાવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો.
બ્રહ્માકુમારીઝ મોરબી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ‘૧૦ કરોડ નશામુક્તિ જાગૃતિ પ્રતિજ્ઞા મહાઅભિયાન‘નો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના દરેક વર્ગ સુધી વ્યસનમુક્તિનો સંદેશ પહોંચાડી સ્વસ્થ, સશક્ત અને મૂલ્યનિષ્ઠ ભારતના નિર્માણમાં જનભાગીદારી વધારવાનો છે.











