Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહળવદ-માળિયામાં ચરાવવા માટે લીધેલ ગાયો પરત નહિ આપી ચીટીંગ કરનારના શરતી જામીન...

હળવદ-માળિયામાં ચરાવવા માટે લીધેલ ગાયો પરત નહિ આપી ચીટીંગ કરનારના શરતી જામીન મંજુર

હળવદ અને માળિયામાં ગાયો ચરાવવા માટે રખેવાળ તરીકે રાખી ગાયો પરત નહિ આપી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાઈ હતી જેથી પોલીસે આરોપીને ઝડપી લીધો હતો જે આરોપીએ વકીલ મારફત એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરતા શરતી જામીન મંજુર થયા છે

હળવદ અને માળિયામાં ફરિયાદી અને સાહેદો પાસેથી ગાયો નંગ ૫૦ કીમત રૂ ૨.૫૦ લાખની ચરાવવા માટે રાખી પરત નહિ આપી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદને પગલે પોલીસે આરોપી રમજાન હારૂન જામને ઝડપી લીધો હતો જે આરોપીએ જામીન મેળવવા સીનીયર એડવોકેટ દિલીપ આર અગેચણીયા મારફત કોર્ટમાં જામીન અરજી કરી હતી કોર્ટમાં આરોપી તરફેના વકીલે ધારદાર દલીલો રજુ કરી હતી જેથી બચાવ પક્ષના એડવોકેટની દલીલો માન્ય રાખી કોર્ટે આરોપીના શરતી જામીન મંજુર કર્યા છે

જે કેસમાં આરોપી તરફે મોરબીના સીનીયર એડવોકેટ દિલીપ આર અગેચણીયા, યુવા એડવોકેટ જીતેન ડી અગેચણીયા, કુલદીપ ઝીન્ઝુંવાડિયા, રવિ ચાવડા, આરતી પંચાસરા, ક્રિષ્ના જારીયા અને મહેશ્વરી મકવાણા રોકાયેલ હતા

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments