Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમહારાણા શ્રી કેશરીદેવસિંહજી જુનપીર બાવાની દરગાહ પર ચાદર ચડાવીને માનતા પૂરી કરી

મહારાણા શ્રી કેશરીદેવસિંહજી જુનપીર બાવાની દરગાહ પર ચાદર ચડાવીને માનતા પૂરી કરી

મહારાણા શ્રી કેશરીદેવસિંહજી (રાજ્યસભા સાંસદ)ના ઘરે સારા દિવસો આવે તેના માટે ડી.એસ. જાડેજા (કોટડાવાળા) એ તા. ૦૫/૦૩/૨૦૨૪ રોજ માનતા રાખી હતી ત્યાંના મુજાવરે કીધું હતું કે એક વર્ષમાં સારા દિવસો આવે તો સમજજો કે જુનપીર બાવાએ તમારી દુઆ કબૂલ કરી એમ સમજજો અને જુનપીર બાવાએ તેમની દુઆ કબુલ કરી અને મહારાણા શ્રી કેશરીદેવસિંહજીના ઘરે તા. ૧૬/૦૨/૨૦૨૫ ને રવિવારે રાજ કુંવર શ્રીનો જન્મ થયો અને તે માનતા પૂરી કરવા માટે આજે જુનપીર બાવાની દરગાહ પર હાજરી આપી અને ચાદર પોસી કરી અને રાજ કુંવરશ્રીના હકકમાં દુઆઓ માંગી હતી.

આ જુનપીર બાવાની દરગાહ પર તા. ૨૨/૦૨/૨૦૨૫ને શનિવારના રોજ માનતા પૂરી કરવા આવ્યા ત્યારે મહારાણા શ્રી કેશરીદેવસિંહજી (રાજ્યસભા સાંસદ), ડી. એસ. જાડેજા, ક્રિપાલસિંહ, ઝુલ્ફીકાર શેરસીયા, ખીજડીયા સરપંચ ગુલાબભાઈ, માહમદ, હનીફ અને ખીજડીયા ગામના આગેવાનોએ આ પ્રસંગે હાજરી આપી હતી.

આ ચાદર પોસી બાદ મહારાણા શ્રી કેશરીદેવસિંહજી (રાજ્યસભા સાંસદ) એ આગેવાનો સાથે બેસીને ચર્ચાઓ કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments