મોરબી : મોરબીમાં એસટી બસોની અનિયમિતતાથી વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા હોય, આ મામલે ABVP દ્વારા ડેપો મેનેજરને રજુઆત કરવામાં આવી છે. જેમાં જણાવાયુ છે કે ખાસ કરીને શારદાનગર અને ધૂળકોટ રૂટ ઉપરની બસો અનિયમિત હોવાથી વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડે છે. જેથી એસટી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.














