Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiલાંબા સમય થી પ્રવાસી જનતાની માંગણી કચ્છ થી જોધપુર ટ્રેન શરૂ થવાની...

લાંબા સમય થી પ્રવાસી જનતાની માંગણી કચ્છ થી જોધપુર ટ્રેન શરૂ થવાની રજુઆત થી પ્રવાસી જનતામાં રેલાઇ આનંદ ની લાગણી – સાંસદ વિનોદભાઇ ચાવડા

કચ્છ અને રાજસ્થાન ની સંસ્કૃતિ – રીતરિવાજો માં ઘણી બધી સમાનતા છે. અને વ્યાવહારિક સબંધો એકમેક ને મળતા છે. પ્રસંગોપાત અને વેપાર વણજ ને કારણે આવન જાવન રહે છે. સપ્તાહ માં ત્રણ વખત ચાલતી ગાંધીધામ – જોધપુર ટ્રેનને હવે દૈનિક ચાલુ કરવાની રેલ્વે મંત્રાલય ની પહેલને કચ્છની જનતા – સંસ્થાનો ચેમ્બર અને સાંસદશ્રી તથા જન પ્રતિનિધિઓ ની માંગણીઓ ને લક્ષમાં લઇ ગાંધીધામ – જોધપુર ટ્રેન દૈનિક કરવા માટે આનંદની લાગણીઓ વ્યક્ત કરવામાં આવી છે.

સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુહતું કે આ ટ્રેન શરૂ થતાં કચ્છ – ગુજરાત રાજસ્થાન ની જનતામાં આનંદની લાગણી થઇ છે. આ ટ્રેન ગાંધીધામ થી રાત્રે ૧૧:૫૫ વાગ્યે રવાના થઇ સવારે ૦૯:૩૦ વાગ્યે જોધપુર પહોંચશે અને જોધપુર થી રાત્રે ૦૮:૫૦ વાગ્યે રવાના થઇ સવારે ૦૬:૫૦ વાગ્યે ગાંધીધામ પહોંચશે. કચ્છ અને રાજસ્થાન જોધપુર ને જોડતી આ ટ્રેન માટે ખુબજ લાંબા સમયની માંગણી, મૌખીક અને લેખીત રેલ્વે મંત્રાલય માં રજુઆત ની ફલશ્રુતિ દૈનિક ટ્રેન શરૂ કરવામાં આવેલ છે. તેમ સાંસદશ્રીએ જણાવ્યુ હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments