મોરબી : ભારત જન વિજ્ઞાન જાથાએ કેરાળા ગામમાં દસ વર્ષથી દોરા-ધાગા, તાવિજના ધતિંગ કરનાર ફિરોજ એહમદ કાદરીબાપુનો ૧૨૬૩મો પર્દાફાશ કર્યો હતો, ફિરોજ બાપુની કપટલીલા કાયમી બંધ કરાવી હતી. ધતિંગલીલાનો પર્દાફાશ કરનાર પોલીસ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પર્દાફાશની શ્રેષ્ઠ કામગીરીમાં વિભાગીય કચેરીના ડી.વાય.એસ.પી. સમીર સારડા, પોલીસ.ઇન્સપેકટ ડી.વી.ખરાળી, હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ ચાવડા, હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ ઝાલા, હેડ કોન્સ્ટેબલ વનરાજસિંહ ઝાલા, હેડ કોન્સ્ટેબલ બળદેવસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ દર્શિતભાઈ વ્યાસ, પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ દલસાણીયા વીગેરેનું સન્માન જાથાના એડવોકેટ & ચેરમેન જયંત પંડ્યાએ નક્કી કરેલ તે પ્રમાણે સન્માન રાખવામાં આવેલ હતું તેમાં કિશોરભાઈ હાપલીયા, રોમીત રાજદેવ, અંકલેશ ગોહિલ હાજરી આપેલ છે.સમાજ સુધારણા શ્રેષ્ઠ કામગીરી બદલ પોલીસ કર્મીઓનુ બહુમાન ડી.વાય.એસ.પી. સમીર સારડા હસ્તે રાખવામાં આવ્યું હતું. વિજ્ઞાન જાથા દેશભરમાં એક માત્ર ફિલ્ડ ઉપર કામ કરતી સંસ્થા છે. આગામી રાજકોટ-અમદાવાદ ખાતે અધિવેશનમાં નવા નોંધાયેલા સદસ્યોને બોલાવામાં આવશે.



