મોરબી જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખશ્રી જયંતિભાઈ રાજકોટિયાને નરસંગ મંદિર પાછળ આવેલા જિલ્લા ભાજપના નવા કાર્યાલયએ ભાજપની વિચારસરણીને વરેલા જુદા જુદા સમાજના અસંખ્ય આગેવાનોને સાથે રાખી ગુજરાત સરકારના પૂર્વ મંત્રીશ્રી અને મોરબીના પૂર્વ ધારાસભ્યશ્રી બ્રિજેશ મેરજાએ શ્રીફળ અને સાકરનો પળો આપી વિશિષ્ટ રીતે વધાઈ આપી હતી. ભાજપનો અલગ પ્રકારનો ખેસ, સૂતરની આટી, ખાદીનો રૂમાલ અને સાલ ઓઢાળી હતી તેમજ વાંચન પ્રેમી એવા નવા પ્રમુખશ્રીને વાંચનરસિયા બ્રિજેશ મેરજાએ એક કિતાબ પણ આપી હતી. આ તકે મોરબી નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખશ્રી જયરાજસિંહ જાડેજા, મોરબી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી હંસરાજભાઈ પાંચોટિયા, માળીયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી ચંદુભાઈ લાવડીયા, માળીયા તાલુકા ભાજપના પૂર્વ પ્રભારીશ્રી સુભાષભાઈ પડસુંબિયા, પૂર્વ કાઉન્સિલરશ્રી મનુભાઈ બરાસરા , શ્રી ગિરિરાજસિંહ ઝાલા, ઠાકોર સમાજના અગ્રણી શ્રી સુરેશભાઇ શીંહોરીયા, અનુસુચિત મોરચાના મહામંત્રીશ્રી બળવંતભાઈ સનાળિયા, શ્રી હરિભાઇ રાતડીયા, ખાખરેચીના શ્રી આર.કે. પારજિયા તથા શ્રી વિપુલભાઈ થડોદા, વેજલપરના શ્રી અનિલભાઈ કૈલા, માળીયા તાલુકા પંચાયતના સભ્યશ્રી પ્રવીણભાઈ અવાડીયા, કુંભારિયાના સરપંચશ્રી કાંતિલાલ દેત્રોજા, લક્ષ્મીવાસના પૂર્વ સરપંચશ્રી જયદીપભાઈ સંઘાણી, પોલિપેક એસોસિએશનના પ્રમુખશ્રી જગદીશભાઈપનારા, દલિત સમાજના અગ્રણીશ્રી મહેશભાઈ સોલંકી, શ્રી રાજેશભાઈ ભિમાણી તેમજ મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારના અસંખ્ય આગેવાનોએ નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખશ્રી જયંતિભાઈ રાજકોટિયાનું સન્માન કરી રૂબરૂ શુભેચ્છાઓ પાઠવી હતી.












