Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiકચ્છના સરહદીય વિસ્તાર ગુનેરી મધ્યે સાંસદ વિનોદ ચાવડા દ્વારા રંગોત્સવની ઉજવણી કરાઈ

કચ્છના સરહદીય વિસ્તાર ગુનેરી મધ્યે સાંસદ વિનોદ ચાવડા દ્વારા રંગોત્સવની ઉજવણી કરાઈ

અનિષ્ટ પર ઈસ્ટનો વિજય એ હોલીકાતસ્વ અને તેને ઉજવવા માટે રંગોત્સવ. નાના ભૂલકાં થી લઇ અબાલ વૃધ્ધજનો સૌ મન મુકી આનંદોત્સવને ઉજવે છે.

કચ્છના સાંસદ અને પ્રદેશ ભાજપા ના મહામંત્રી વિનોદભાઇ ચાવડા આજે સરહદ ના સેઢે આવેલ લખપત તાલુકાનાં ગુનેરી ગામે નાના ભુલકા, સામાજીક અને રાજકીય સાથીઓ સ્નેહીજનો, શુભેચ્છકો સાથે અબીલ ગુલાલ ઉડાવી આનંદોત્સવ મનાવ્યો હતો. નાની બાળાઓ, નાના ભુલકાઓ ને શૈક્ષણિક કીટ વિતરણ કરી રંગ ઉડાવી આનંદ ની પળો ના પ્રત્યક્ષ સાક્ષી બન્યા હતા. રંગોત્સ્વમાં યુવાનો, મહિલાઓ, બાળકો સૌએ ભગવાન પ્રત્યેની આસ્થા અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

રંગોત્સવમાં સાંસદ વિનોદભાઇ ચાવડા, અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, લખપત તાલુકા ભાજપ પ્રમુખ ગણપતભાઈ રાજગોર, લખપત તા.પ. પ્રમુખ જશુભા જાડેજા, લખપત તા.પ. ઉપ પ્રમુખશ્રી રાજુભાઇ સરદાર, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ તાપસભાઈ શાહ, સર્વે અશોકભાઇ સોલંકી, જગદીશભાઈ ખોખર, નરેન્દ્રસિંહ જાડેજા, દેવાજી જાડેજા, મોહબતસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ જાડેજા, જીવણભાઇ મારવાડા, વિક્રમસિંહ સોઢા, મયુરભાઇ વાઘેલા, હરીસિંહ રાઠોડ, ચંદનસિંહ રાઠોડ, માનસંગજી જાડેજા, રતનજી જાડેજા, જેઠાજી જાડેજા, નારાણભાઇ ખોખર, હંસરાજભાઇ ખોખર, પુનશીભાઇ ખોખર, મનુભાઇ ખોખર, દેવજીભાઇ ખોખર, ખેંગારજી જાડેજા, નારાણજી જાડેજા, વિશાજી જાડેજા, ખાનજી જાડેજા તથા ગુનેરી ગ્રામજનો જોડાયા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments