Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsટંકારા નજીક ટ્રેક્ટરની ટ્રોલીનું વ્હીલ માથે ફરી વળતા ચાલકનું મોત

ટંકારા નજીક ટ્રેક્ટરની ટ્રોલીનું વ્હીલ માથે ફરી વળતા ચાલકનું મોત

ટંકારાના અમરાપર રોડ ઉપર રાજેશભાઈ દુબરીયાની વાડીમાં રહેતા આલમસિંહ ભુરસિંહ અલાવા અને મૂળ એમપીના વતની ગત તા.-14/03/2025ના રોજ GJ-36-L-4514 નંબરનું ટ્રોલી સહીતનું ટ્રેક્ટર પુરપાટ ઝડપે ચલાવીને જતા હોય તે દરમિયાન કોઈ કારણોસર ટ્રેક્ટર ઉપર કાબુ ગુમાવતા ટ્રેક્ટર રોડ સાઈડમાં ઉતરી ગયું હતું, તે દરમિયાન ચાલક આલમસિંહ ચાલુ ટ્રેક્ટરે કૂદકો મારીને બચવા જતો હોય ત્યારે ટ્રેક્ટરની ટ્રોલીનું વ્હીલ આલમસિંહના માથા ઉપર ફરી વળ્યું હતું. જેથી ટ્રેક્ટર ચાલક આલમસિંહનું સ્થળ ઉપર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ભુરસિંહને કમરના ભાગે ઇજાઓ પહોચી હતી, આ બનાવ મામલે ટંકારા પોલીસે મૃતક ટ્રેક્ટર ચાલક ભુરસિંહ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments