Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમા વેરો નહિ ભરનાર ૩૪ આસામીઓની મિલકત સીલ

મોરબીમા વેરો નહિ ભરનાર ૩૪ આસામીઓની મિલકત સીલ

૨૫૭ મિલકતધારકોને નોટીસ, એક લાખથી વધુની રકમના બાકી વેરા નહિ ભરનારની મિલકત જપ્તીની કાર્યવાહી

મોરબી મહાનગરપાલિકા દ્વારા ૧ લાખથી વધુ વેરો બાકી હોય તેવા ૨૫૭ મિલકતધારકોને તા. ૦૧ જાન્યુઆરીથી ૨૦ માર્ચ સુધીમાં વોરંટ બજવણી કરવામાં આવી હતી જેમાંથી ૯૯ મિલકતધારકોએ સંપૂર્ણ ટેક્ષ ભરી દીધો છે તેમજ ટેક્ષ શાખા દ્વારા ૮ પાણી કનેક્શન અને ૩૪ મિલકતોને શીલ કરવામાં આવી છે

તે ઉપરાંત ૭૫ હજારથી ૧ લાખ સુધીની રકમના બાકીના ૧૪૪ મિલકતધારકોને વોરંટ બજવણી કરવામાં આવી હતી જેમાંથી ૬૯ મિલકતધારકો દ્વારા સંપૂર્ણ ટેક્ષ ભરવામાં આવ્યો છે હાલ ટેક્ષ શાખા દ્વારા ૫૦ હજારથી ૭૫ હજારની વોરંટ બજવણી ૨૭૩ કરેલ છે જેમાંથી ૯૪ મિલકતધારકો દ્વારા ટેક્ષ ભરવામાં આવ્યો છે આગામી સમયમાં ૧૦ હજારથી ૫૦ હજાર સુધીના વોરંટ બજવણી કરવામાં આવશે જેથી બાકી વેરા તાત્કાલિક ભરપાઈ કરવા મહાપાલિકાની યાદીમાં જણાવ્યું છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments