Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં પુત્રએ અલગ રહેવાની ના પાડતા માતાએ આપઘાત કરી લીધો

મોરબીમાં પુત્રએ અલગ રહેવાની ના પાડતા માતાએ આપઘાત કરી લીધો

મોરબીની ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા મૂળ માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામના વતની વૃધ્ધાએ પુત્રથી અલગ રહેવા જવાની જીદ કરતા પુત્રએ અલગ રહેવા જવાની ના પાડતા ઘઉંમાં નાખવાના ઝેરી ટિકડા પી આપઘાત કરી લીધો હતો.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીની ચિત્રકૂટ સોસાયટીમાં આવેલ અવધ એપાર્ટમેન્ટમાં રહેતા વનીતાબેન બાબુભાઇ કાંજીયા ઉ.59 નામના વૃધ્ધા સંયુક્ત પરિવારમાં રહેતા હોય અને દિકરાથી અલગ રહેવા માટે જીદ કરતા હોવાથી પુત્રએ અલગ રહેવા જવાની ના પાડતા બાથરૂમમાં જઈ ઘઉંમાં નાખવાના ઝેરી ટિકડા પી લેતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હતું. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments