Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની એલઇ કોલેજના ભવિષ્યના એન્જીનીયરોને વ્યસનમુક્તિની ઊંડી સમજ અપાઈ

મોરબીની એલઇ કોલેજના ભવિષ્યના એન્જીનીયરોને વ્યસનમુક્તિની ઊંડી સમજ અપાઈ

ભવિષ્યના એન્જિનિયરોએ પોતે અને બીજાને પણ વ્યસનથી દૂર રાખવાના શપથ લીધા

મોરબી : આજનું યુવાધન વ્યસનના અજગરી ભરડામાં ભારે સપડાય ગયું છે.તેથી સ્વસ્થ સમાજનું નિર્માણ કરવા વ્યસનની બદીથી યુવાનોને જોજનો દૂર રાખવા જરૂરી છે. આથી મોરબીની એલઇ કોલેજના ભવિષ્યના એન્જિનિયરો વ્યસનથી દૂર રહે તે માટે વ્યસન મુક્તિનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભવિષ્યના એન્જિનિયરોએ પોતે અને બીજાને પણ વ્યસનથી દૂર રાખવાના શપથ લીધા હતા.

આજે મોરબીની એલ.ઈ.કોલેજ મુકામે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર મહેશ પંડ્યા સાથે એનએસએસ કોઓડીનેટર ડોક્ટર રજનીકાંત રાઠોડ અને તેમના ટીમના બહેન ડોક્ટર જે બી ભેડા અને કોલેજના અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓનો ખૂબ સાથ સહકાર મળ્યો હતો.

આ કાર્યક્રમમાં ગાયત્રી પરિવાર મોરબી તરફથી શૈલેષભાઈ ભટ્ટ,અનિલભાઈ વિઠલાપરા,પાર્થભાઈ ગડારા,અને વાત્સલ્યભાઈ ગડારા હાજર રહ્યા હતા.જેમને વિદ્યાર્થીઓને વ્યસન ના કરવું અને બીજાને વ્યસન મુક્ત કરવા માટેના સોગંધ લેવડાવ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓ તરફથી ખાતરી આપવામાં આવી હતી કે તેઓ વ્યસન નહીં કરે પરંતુ જે વ્યસન કરતા હશે તેને પણ વ્યસન મુક્ત કરશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments