Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં 8 એપ્રિલે ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન

મોરબીમાં 8 એપ્રિલે ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન

મોરબીના નવલખી રોડ પર રેલવે સ્ટેશન પાસે આવેલા આસ્થા અને શ્રદ્ધાના પ્રતિકસમા શ્રી ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે શ્રી ધક્કાવાળી મેલડી મા ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત શ્રી ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગા માંડવાનું આયોજન આગામી તારીખ 8 એપ્રિલના રોજ કરવામાં આવ્યું છે.

ચૈત્ર સુદ અગિયારસ ને 8 એપ્રિલના રોજ યોજાનાર આ નવરંગા માંડવામાં સવારે 8 કલાકે નવચંડીયજ્ઞ, સાંજે 4 વાગે બીડું હોમવાનું, ભુવાના સામૈયા સાંજે 5 વાગે, મહાપ્રસાદ સાંજે 6 કલાકે, મહાઆરતી સાંજે 7 કલાકે અને ડાકની રમઝટ રાત્રે 9 વાગે યોજાશે. આ નવરંગ માંડવામાં હરેશભાઈ પનારા, વિરમભાઈ પનારા (ટંકારાવાળા) રાવળદેવ માતાજીના ગરબા, દુહા, છંદ અને આખ્યાનની રમઝટ બોલાવશે. જેમાં પંચના ભુવા ભાવેશભાઈ પોપટ, દેવાભાઈ રૂપાભાઈ, ધીરુભાઈ ગણેશીયા, બાબુભાઈ ખાંભલા, હિતેન્દ્રસિંહ જાડેજા સહિતના ઉપસ્થિત રહેશે. આ માંડવામાં અતિથિ વિશેષ તરીકે મશરૂબાપુના સેવક ચંદ્રસિંહ માલુભા મોરી ઉપસ્થિત રહેશે. આ માંડવાને સફળ બનાવવા મંદિરના ટ્રસ્ટીઓ, પ્રમુખ ધનુભા જાડેજા, ઉપપ્રમુખ વિનુભાઈ ડાંગર, મંત્રી ધીરુભા જાડેજા, ખજાનચી શૈલેષભાઈ જાની, કિશોરભાઈ અગ્રાવત, રમેશભાઈ સાણંદીયા, ભાવેશભાઈ મહેતા સહિતના સેવાભાવી યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments