મોરબી : વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ- મોરબી દ્વારા મોરબી-માળિયા (મિ.)-ટંકારા-હળવદ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વસતા સમગ્ર વરિયા પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 15 જૂન (શનિવાર)ના રોજ મોરબી ખાતે વિદ્યાર્થી સન્માન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.
ગત વર્ષની જેમ આ વર્ષે પણ તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે. આ માટે 20 મે સુધીમાં ઓનલાઈન પરિણામ સ્વીકારવામાં આવશે. ઓનલાઈન પરિણામ મોકલવા માટે QR કોડ સ્કેન કરી તેમાં વિદ્યાર્થીનું નામ, સરનામું અને સંપર્ક નંબર તેમજ માર્કશીટની ફાઈલ અપલોડ કરવાની રહેશે. આ ઉપરાંત https://docs.google.com/forms/d/e/1FAIpQLSc7mI7PH2n-pf6kPramMFy-iNzLyHBVKmwrJptkm75G4yU-Zg/viewform?usp=sf_link લિંક પર ક્લિક કરીને પણ ફોર્મ ભરી ઓનલાઈન પરિણામ મોકલી શકાશે. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે મો.નં. 98794 19112 અથવા 74052 29522 નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે.













