Monday, April 27, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી મહાપાલિકાએ એક મહિનામાં રસ્તે રઝળતા 317 ઢોર ડબ્બે પૂર્યા

મોરબી મહાપાલિકાએ એક મહિનામાં રસ્તે રઝળતા 317 ઢોર ડબ્બે પૂર્યા

6 પશુ માલિકો પાસેથી રૂ.48 હજારનો દંડ લઈને તેના પશુ છોડાયા

મોરબી : મોરબી મહાપાલિકા દ્વારા છેલ્લા એક મહિનામાં રસ્તે રઝળતા ૩૧૭ ઢોર પકડવામાં આવ્યા છે. જેમાં ૬ પશુ માલિકો પાસેથી રૂ.૪૮ હજારનો દંડ લઈને તેના પશુ છોડવામાં આવ્યા છે.

મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા ૦૧/૦૩/૨૦૨૫ થી૩૧/૦૩/૨૦૨૫ દરમિયાન શહેરી વિસ્તારમાંથી કુલ ૩૧૭ રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવેલ છે. જેમાં મહાનગરપાલિકા દ્વારા દિવસ અને રાત્રી સમય દરમિયાન રવાપર, વાઘપરા, ગાંધી ચોક, નગર દરવાજા ચોક, તખ્તસિંહજી રોડ, લાલબાગ, ઉમા ટાઉનશીપ રોડ, માધાપર, શનાળા રોડ, બાપા સીતારામ ચોક, ગેંડા સર્કલ થી સર્કિટ હાઉસ રોડ, જેલ ચોક જેવા વિવિધ વિસ્તારમાંથી પશુ પકડી આજુબાજુની ગૌશાળામાં મુકવામાં આવેલ છે. પકડેલ પશુ પૈકી ૬ પશુ માલિક પાસેથી નિયત વહીવટી ચાર્જ રકમ રૂ. ૪૮૦૦૦/-વસુલ કરી પશુ છોડવામાં આવેલ છે. તેમ મહાપાલિકાની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments