Saturday, August 2, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીમાં બે સ્પા સંચાલકો સામે પોલીસને સ્ટાફની માહિતી ન આપવા બદલ ગુન્હો...

મોરબીમાં બે સ્પા સંચાલકો સામે પોલીસને સ્ટાફની માહિતી ન આપવા બદલ ગુન્હો નોંધાયો

મોરબી : મોરબી શહેરમા સ્પા સંચાલકો કાયદાનું પાલન કરવાને બદલે કાયદાનું ઉલ્લંઘન કરતા હોવાના અનેક બનાવો વચ્ચે સીટી એ ડિવિઝન પોલીસે ચેકીંગ શરૂ કરતા બે સ્પા સંચાલકોએ પોતાને ત્યાં કામે રાખેલા માણસો અંગેની વિગતો પોલીસ મથકમાં જમાં કરાવી ન હોવાથી બન્ને સ્પા સંચાલકો વિરુદ્ધ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરવામાં આવી હતી.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પ્રથમ કિસ્સામાં રવાપર રોડ ઉપર આવેલ ધ ઓરિયો સ્પામાં ચેકીંગ કરતા સ્પા સંચાલક આરોપી પરિમલ ગોપાલભાઈ વાઘેલાએ પોતાના સ્પામાં કામ કરતા માણસોની વિગતો જાહેર ન કરી હોવાનું સામે આવ્યું હતું. એ જ રીતે રાજકોટ – મોરબી હાઇવે ઉપર થ્રિલ ચિલ સામે ટોપીન સ્પાના સંચાલક મુસ્તાક આમદભાઈ માંડકિયાએ પણ પોતાના સ્પામાં કામ કરતા માણસોની વિગતો પોલીસ સમક્ષ જાહેર ન કરી હોય બન્ને વિરુદ્ધ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments