મોરબી : ગુજરાત સરકાર દ્વારા આયોજિત ઈન્ટરનેશનલ માધવપુર
મેળા 2025 નિમિત્તે સરકાર દ્વારા ભારતના 1600 કલાકારો દ્વારા વિવિધ શહેરોમાં મેગા ઇવેન્ટનું પ્રદર્શન શરૂ થઈ ગયું છે. આ ઇવેન્ટમાં મોરબીના સાર્થક વિદ્યામંદિર પ્રાચીન ગરબામાં પોતાનું પર્ફોમન્સ તા.1 એપ્રિલથી 10 એપ્રિલ દરમિયાન સુરત, વડોદરા, અમદાવાદ, સોમનાથ, માધવપુર અને દેવભૂમિ દ્વારકા ખાતે રજૂ કરશે. જેમાં શાળાના માર્ગદર્શન હેઠળ 16 જેટલી વિદ્યાર્થિની બહેનો પરફોર્મન્સ આપી રહી છે. જે કૃતિના કોરિયોગ્રાફર રવિરાજભાઈ છે. મોરબીની દીકરીઓ ગુજરાતના અનેક મેગા સિટીમાં મોરબી જિલ્લાનું નેતૃત્વ કરશે.
અધિકારી હિરલબેન વ્યાસ તેમજ સંપૂર્ણ જિલ્લા યુવા વિકાસ અધિકારીઓની ટીમ અત્રે તમામ ક્ષેત્રે મોરબી જિલ્લાને પ્રોત્સાહન સાથે કલાકારોને સન્માન અને તક આપી રહ્યા છે. ત્યારે આ ક્ષણ સાર્થક વિદ્યામંદિર સહિત મોરબી માટે ગૌરવવંતી ક્ષણ છે.
















