Thursday, July 31, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 એપ્રિલના રોજ યોજાશે

મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 એપ્રિલના રોજ યોજાશે

મોરબી: લોકોની ફરિયાદોના નિવારણ માટે મોરબી તાલુકા કક્ષાએ યોજાતો એપ્રિલ-૨૦૨૫ માસનો ‘ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તા.૨૩/૦૪/૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે લાલબાગ, મોરબી તાલુકા સેવા સદનના સભાખંડમાં યોજાશે.

આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા કક્ષાના પ્રશ્નો-ફરિયાદો ગ્રામ્ય કક્ષાએ તલાટી મંત્રીશ્રીને તથા તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીને તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળની અરજી સ્વરૂપે પહોંચતા કરવાના રહેશે. આ અરજીના મથાળે ‘તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ લખવાનું રહેશે.

તાલુકા સ્વાગતમાં અરજી કરતા પહેલા કોઇપણ અરજદારે ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયતને તથા તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિતમાં અરજી કરેલ હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય, અગાઉ સંબંધીત ખાતામાં કરેલ રજૂઆતનો આધાર રજૂ કરવો તેમજ આપવામાં આવેલ જવાબ/પ્રત્યુત્તરની ઝેરોક્ષ નકલ અરજી સાથે રાખવી.

અરજદારે અરજીમાં પોતાનું નામ, સરનામુ અને ફોન નંબર પણ દર્શાવવાના રહેશે. અરજીમાં અરજદારની સહી હોવી જરૂરી છે. સ્પષ્ટ અને મુદ્દાસરની સમજી શકાય તેવી આધારો સાથે રજૂ કરેલી અરજી ધ્યાને લેવાશે. ઉપરાંત અલગ-અલગ વિષય દર્શાવતા પ્રશ્નો, અલગ-અલગ અરજીઓમાં મોકલવાનાં રહેશે. સરકારી કર્મચારીઓનાં નોકરીને લગતા પ્રશ્નો આ કાર્યક્રમ હેઠળ રજૂ કરી શકાશે નહીં. અરજકર્તાનો પ્રશ્ન પોતાનો હશે તો જ ધ્યાને લેવાશે અન્યના પ્રશ્ન, કોર્ટ મેટરને લગતા પ્રશ્નો, દાવાઓ, આક્ષેપો તથા અંગત રાગદ્વેષને લગતા પ્રશ્નો તથા અગાઉ ‘તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ માં લેવાઈ ગયેલા પ્રશ્નો રજૂ કરી શકાશે નહીં કે ધ્યાને લેવાશે નહી જેની અરજદારોને નોંધ લેવા મોરબી મામલતદારશ્રી – ગ્રામ્યની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments