Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે 11 અને 12 એપ્રિલે હનુમાન જયંતી...

મોરબીના ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે 11 અને 12 એપ્રિલે હનુમાન જયંતી મહોત્સવ ધામધૂમથી ઉજવાશે

શંકરાચાર્ય ભુવનનું ઉદઘાટન, સંતવાણી, યજ્ઞ સહિતના કાર્યક્રમો યોજાશે

મોરબી : મોરબીના બેલા-ભરતનગર રોડ પર આવેલા ખોખરા હનુમાન હરિહરધામ ખાતે આગામી તારીખ 11 અને 12 એપ્રિલના રોજ હનુમાન જયંતી મહોત્સવની ધામધૂમથી ઉજવણી થશે. જેમાં ભુવનનું ઉદઘાટન, સંતવાણી, ધજારોહણ, હનુમાન યજ્ઞ, સુંદરકાંડના પાઠ, મેડિકલ કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાશે.

ખોખરા હનુમાન હરિહરધામ ખાતે તારીખ 11 એપ્રિલ ને શુક્રવારના રોજ સવારે 9-15 કલાકે સંત નિવાસ શંકરાચાર્ય ભુવનનું ઉદઘાટન થશે. ત્યારબાદ બપોરે 12 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. 11 એપ્રિલે રાત્રે 9-30 કલાકે સંતવાણી કાર્યક્રમ યોજાશે. જેમાં કલાકાર બિરજુ બારોટ, સાધ્વી જયશ્રી માતાજી, શ્રવણસિંહ સોઢા, દક્ષા પરમાર અને સંકલન મુકેશભાઈ સાધુ ભજનની રમઝટ બોલાવશે. તારીખ 12 એપ્રિલ ને શનિવારે સવારે 7 કલાકે મંદિરના શિખપર પર ધજારોહણ થશે. સવારે 8 કલાકે હનુમાન યજ્ઞ યોજાશે. સવારે 9 કલાકે સુંદરકાંડના પાઠ થશે. સવારે 9 થી 12 વાગ્યા સુધી દાંતના તમામ રોગોની સારવાર માટે નિઃશુલ્ક કેમ્પ યોજાશે. જેમાં ડો. શ્રદ્ધાનંદજી મહારાજ સેવા આપશે. બપોરે 12 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. બપોરે 3 કલાકે વૈદ્ય લાલભાઈ ભીખાબાપા દ્વારા નિઃશુલ્ક નાડી પરીક્ષણ કેમ્પમાં સેવા આપશે.
હનુમાન જયંતી મહોત્સવ પ્રસંગે મહામંડલેશ્વર કનકેશ્વરીદેવીજી, દ્વારકા શંકરાચાર્ય પીઠના નારાયણાનંદ બ્રહ્મચારીજી ઉપરાંત અનેક સંતો-મહંતો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત મધ્યપ્રદેશ સરકારના શહેરી વિકાસ મંત્રી કૈલાશ વિજયવર્ગીય, ગુજરાત સરકારના મંત્રીઓ, સાંસદ સભ્યો, ધારાસભ્યો સહિત વિવિધ રાજકીય-સામાજિક આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે. તો આ મહોત્સવમાં પધારવા સર્વે ભક્તોને આમંત્રણ પાઠવાયું

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments