Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની ઉપસ્થિતમાં યોજાયું મોરબી- માળીયા(મી.) વિધાનસભા વિસ્તારનું સક્રિય કાર્યકર્તા સંમેલન

ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની ઉપસ્થિતમાં યોજાયું મોરબી- માળીયા(મી.) વિધાનસભા વિસ્તારનું સક્રિય કાર્યકર્તા સંમેલન

ઉમા ટાઉનશીપ ખાતે 400 સક્રિય કાર્યકરો અને હોદેદારો ઉપસ્થિત રહ્યા

મોરબી : ભાજપના 46માં સ્થાપના દિવસ નિમિત્તે મોરબી-
માળીયા(મી.) વિધાનસભા વિસ્તારનો સક્રિય સભ્ય સંમેલન મોરબીના ઉમા ટાઉનશીપ રોડ પર યોજાયુ હતું. જેમાં મોરબી-માળીયા(મી.) વિધાનસભાના સક્રિય 400 જેટલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ વેળાએ વિશ્વ હિન્દુ પરિષદ સહિતની સંસ્થા તેમજ ગૌસેવા કરતા ગૌસેવકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

ઉપસ્થિત મહાનુભવોએ જનસંઘ સમયના કાર્યકરો દ્વારા કરવામાં આવેલા કાર્યો અને સિદ્ધિઓ અને થોડાં કાર્યકરોથી શરૂ થયેલી ભાજપના સ્થાપના દિવસથી વિશ્વની સૌથી મોટી પાર્ટી તરીકે કાર્ય કરતી ભાજપની ગૌરવ અને સફર ગાથા વિશે માહિતી આપી હતી અને સ્થાપના દિવસના સંસ્મરણો વાગોળ્યા હતા.

ધારાસભ્ય કાંતિલાલે જણાવ્યું હતું કે તમારા વિસ્તારના જે કોઈ કામો બાકી હોય તેની લેખિત રજુઆત કરો, અને મહાનગરપાલિકામાં આવનારા સમયમાં અનેક કામો કરાશે. અત્યારથી જ આવનારી મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, નગર પાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે કામે લાગી જવા હાકલ કરી હતી. જયારે જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયાએ ભારતને વિશ્વ ગુરુ બનાવવા માટે સમર્પિત થવા અને આગામી 10,11,12 તારીખે ગાઉ ચલો, બસ્તી ચલો કાર્યક્રમમાં તમામ કાર્યકરો જોડાય એવી હાલક કરી હતી. જ્યારે રાજકોટના પૂર્વ મેયર બીનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે આપણે સૌએ કાર્યકરો બનીને કાર્ય કરવાનું છે.

આ કાર્યક્રમમાં રાજકોટના પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હીરાલાલ ટમારીયા, મોરબી તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ મહામંત્રી જેઠાભાઈ મિયાત્રા, નરેન્દ્રસિંહ ઝાલા, કે.એસ. અમૃતિયા, ઉપપ્રમુખ જયુભા જાડેજા, પૂર્વ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, રાધવજીભાઈ ગડારા, ભાજપ અગ્રણી પ્રદિપભાઈ વાળા, જયંતિભાઈ પટેલ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, શહેર ભાજપ પ્રમુખ રિશીપભાઈ કૈલા, મહામંત્રી ભુપતભાઇ જારીયા, ભાવેશ કંજારીયા, તાલુકા ભાજપ પ્રમુખ વિશાલ ઘોડાસરા, જિલ્લા ભાજપ અનુ. જાતી મોરચા પ્રમુખ બાબુભાઈ પરમાર સહિતના હોદેદારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments