ટંકારા તાલુકાના અમરાપર – જીવાપર રોડ ઉપર આવેલ વાડીમાં બકરાને પાણી પીવડાવવા માટે કુવામાંથી પાણી ભરવા જતા પગ લપસી જતા સગીરાનું મૃત્યુ નીપજ્યું હતું.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ અમરાપર – જીવાપર રોડ ઉપર ગોવિંદભાઇ અમરશીભાઈ લોની વાડીએ રહી ખેતમજૂરી કરતા મધ્યપ્રદેશના વતની શ્રમિક પરિવારની દીકરી તોલીબેન રામાભાઈ સંગાડ બકરાને પાણી પીવડાવવા માટે કુવા નજીક પાણીની કુંડી ઉપર ચડી કુવામાંથી પાણી ભરવા જતા પગ લપસી જતા તોલીબેનનું પાણીમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.










