મોરબી જિલ્લામાં કાલે 13 એપ્રિલે 11 સ્થળે વિનામૂલ્યે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન
સેવાભારતી, વીએચપી અને નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઈઝેશનના સંયુક્ત ઉપક્રમે આયોજન
મોરબી : મોરબીમાં આવતીકાલે તારીખ 13 એપ્રિલ ને રવિવારના રોજ સેવા ભારતી, વિશ્વ હિન્દુ પરિષદ અને નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઈઝેશન ગુજરાતના સંયુક્ત ઉપક્રમે ડો. બાબાસાહેબ આંબેડકર જયંતીના ઉપક્રમે સમાજિક સમરસતાના ભાગરૂપે મોરબીમાં અલગ અલગ 11 સ્થળે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દર્દીઓને નિઃશુલ્ક દવા પણ આપવામાં આવશે.
13 એપ્રિલ ને રવિવારે સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી મોરબીના વિવિધ 11 સ્થળે આ કેમ્પ યોજાશે. જેમાં (1) ભીમસર -રોટરી બાલમંદિર, મોરબી-2, (2) સો-ઓરડી – વરિયા મંદિર, મોરબી-2 (3) ભડિયાદ – વિધાનગર સોસાયટી, ભડિયાદ રોડ, મોરબી-2 (4) બૌધનગર – હનુમાનજી મંદિર, આંગણ વાડી, મોરબી-2 (5) શોભેશ્વર – બ્લોક નં-72, મેલડીમાં મંદિર પાછળ, મધુસ્મૃતિ સોસાયટી (6) રોહિદાસપરા – ડો. બાબા સાહેબ આંબેડકર વિદ્યાલય, રોહિદાસપરા (7) વજેપર – રામજી મંદિર,વજેપર (8) લીલાપર – બોરીયાપાટી પ્રાથમિક શાળા, લીલાપર (9) માધાપર- નવી સતવારા સમાજની વાડી, માધાપર (10) ગોકુલનગર- મોટેશ્વર મહાદેવ મંદિર, ગોકુલનગર પાછળ, મોરબી (11) ટંકારા- ચિત્રકુટ ધામ, ઉગમણા નાકે કેમ્પ યોજાશે. વધુ માહિતી માટે વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જિલ્લાના સંયોજક પુષ્પરાજસિંહ જાડેજા (મો.નં. 9978117117), સહ સંયોજક કૃષપભાઈ રાઠોડ (મો.નં. 9687618006), ભાર્ગવભાઈ ભાટીયા (મો.નં. 9924004076)નો સંપર્ક કરવા જણાવાયું છે.











