મોરબી : આજ રોજ મિશન નવ ભારત મોરબી જિલ્લા ટીમ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ તકે સૌએ ડો. બાબાસાહેબે પોતાનું સમગ્ર જીવન વંચિત વર્ગોના કલ્યાણ માટે ખપાવ્યું. શિક્ષણ, સમાનતા અને ન્યાયના ઉચ્ચ સિદ્ધાંતો પર તેમણે સામાજિક નવચેતનાનો સંચાર કર્યો. દુનિયાની સૌથી મોટી લોકશાહીના દૂરંદેશી બંધારણની રચનાથી તેમણે દેશના વિકાસનો પાયો નાંખ્યો. સમરસ સમાજના નિર્માણ માટે તેમણે આપેલા યોગદાનને યાદ કર્યું હતું.











