Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહળવદના રાતાભેર ગામે પત્નીએ ઠપકો આપતા પતિનો ઝેરી દવા પી આપઘાત

હળવદના રાતાભેર ગામે પત્નીએ ઠપકો આપતા પતિનો ઝેરી દવા પી આપઘાત

હળવદના રાતાભેર ગામે પત્નીએ ખેતીકામ કરવા મામલે ઠપકો આપતા પતિનો ઝેરી દવા પી આપઘાત

હળવદ : હળવદ તાલુકાના રાતાભેર ગામની સીમમાં ખેતમજૂરી કરતા મૂળ છોટા ઉદેપુર જિલ્લાના વતની ખેત શ્રમિકને ખેતીકામ કરવા બાબતે તેની પત્નીએ ઠપકો આપતા મનોમન લાગી આવતા ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન શ્રમિકનું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના રાતાભેર ગામે રમેશભાઈ ઈશ્વરભાઈ પટેલની વાડીએ રહી ખેતમજૂરી કરતા મૂળ છોટા ઉદેપુર જિલ્લાના વતની ગોપાલભાઈ છગનભાઇ તડવી ઉ.40 વાળાના પત્નીએ ગત તા.2 એપ્રિલના રોજ ખેતીકામ બાબતે ઠપકો આપતા ગોપાલભાઈને મનોમન લાગી આવતા જંતુનાશક ઝેરી દવા પી લેતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તા.7 એપ્રિલના રોજ મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments