Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં બીજા દિવસે પણ ખરાબ સરકારી અનાજનો જથ્થો મળ્યો

મોરબીમાં બીજા દિવસે પણ ખરાબ સરકારી અનાજનો જથ્થો મળ્યો

અમરેલી ગામ પાસેથી આશરે 40 જેટલી બોરી અનાજનો જથ્થો મળ્યો

મોરબી : મોરબી શહેરમાં ગઈકાલે 15 એપ્રિલના રોજ શ્રદ્ધા પાર્ક અને યમુના પાર્કની વચ્ચે આવેલા સ્મશાનમાંથી સડી ગયેલી હાલતમાં સરકારી અનાજનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે આજે બીજા દિવસે પણ મોરબીના અમરેલી ગામ પાસેથી સડી ગયેલો સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો છે. આ જથ્થો વર્ષ 2017-18નો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે. અમરેલી ગામ પાસે આશરે 40 જેટલી ઘઉં અને ચોખાની બોરી મળી આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

લોકોના મુખે જે અનાજ જવું જોઈએ તે આ રીતે જ્યાં ત્યાં ફેંકી દેવામાં આવે છે. આ બાબતે અમે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારીને લેખિતમાં રજૂઆત કરીશું અને આ મામલે તટસ્થ તપાસ કરીને જે લોકો આ અનાજ ફેંકી ગયા છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગ છે.

અમરેલી ગામના રહેવાસી અશોકભાઈ ચારોલાએ જણાવ્યું કે, આ અનાજનો જથ્થો કાલે અહીંયા ન હતો પરંતુ આજે રાત્રિના સમયે કોઈ ફેંકી ગયું છે. અંદાજે 40 જેટલી બોરી અનાજ છે. અમે અહીંયાથી દરરોજ પસાર થઈએ છીએ. ગઈકાલે આ જથ્થો અહીંયા હતો નહીં પરંતુ આજે આ જથ્થો જોવા મળ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments