Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsશિવાલય સેલ્ટર હોમના લાભાર્થી દાનનો ધોધ વહ્યો, એકજ દિવસમાં 18 લાખ જેટલું...

શિવાલય સેલ્ટર હોમના લાભાર્થી દાનનો ધોધ વહ્યો, એકજ દિવસમાં 18 લાખ જેટલું દાનની જાહેરાત

મૂળીના જસાપર પાસે આવેલ શિવાલટર હોમ ના લાભાર્થે જૈન મુનિઓ દ્વારા માનવતા મહોત્સવ નિમિત્તે એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમના માધ્યમથી નિરાધાર અને અશક્ત લોકો માટે આસરા સમાન આશ્રમ ને તૈયાર કરવા માટે દાન આપવા અપીલ કરવામાં આવી હતી.

ત્યારે વિવિધ જૈન સમાજના ફિરકાઓ તેમજ અન્ય સમાજના આગેવાનોએ આગળ આવી દાનનો ધોધ વહાવ્યો હતો. એક જ દિવસમાં 18 લાખ જેવી માતબર રકમની જાહેરાત સેલ્ટર હોમ ના લાભાર્થે કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત જૈન સમાજના શ્રેષ્ઠિઓ તેમજ ઉદ્યોગપતિઓ અને અન્ય લોકોએ આશ્રમ માટે ફૂલ નહિ તો ફૂલની પાંખડી સ્વરૂપે દાનના રકમની જાહેરાત કરી હતી. આ આશ્રમમાં 60થી 70લોકો આશરો લઈ રહ્યા છે.

આવી અસહ્ય ગરમી અને તાપમાન આશ્રમમાં રહેતા અશક્ત અને નિરાધાર લોકોની દયનીય સ્થિતિ જોઈને તેઓ આ લોકોની મદદે આવ્યા છે. આ કાર્યક્રમનું આયોજન શિવાલય શેલ્ટર હોમના પ્રમુખ નીતાબેન જાની તેમજ જૈન સમાજના આચાર્ય શ્રી પ.પૂ. પ્રકાશચંદ્રજી સ્વામી ની નિશ્રામાં કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments