Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedચૂંટણી સમયે કેમ વિજય સરઘસમાં ફટાકડા ફોડયા હતા.હવે આવી હોશયારી કરતો નહિ...

ચૂંટણી સમયે કેમ વિજય સરઘસમાં ફટાકડા ફોડયા હતા.હવે આવી હોશયારી કરતો નહિ કહી યુવાનને પાઇપ ફટકાર્યો

વાંકાનેર : વાંકાનેર નગરપાલિકાની ચૂંટણી સમયે વિજય સરઘસમાં ફટાકડા કેમ ફોડયા કહી વાંકાનેરના માર્કેટ ચોકમાં એક યુવાન ઉપર મધ્યરાત્રીએ પાઇપ વડે બે ભાઈઓએ હુમલો કરતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર શહેરના દિવાનપરામા રહેતા અને પાન કોલ્ડડ્રિન્કસની દુકાન ધરાવતા કેવલ રાજેશભાઇ સુરેલાએ આરોપી અમિત જયસુખલાલ સેજપાલ અને આરોપી વિશાલ જયસુખલાલ સેજપાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેઓ પોતાના મિત્ર રાહુલ સાથે ગત તા.24ના રોજ રાત્રે 12 વાગ્યાના અરસામાં સોડા પીવા જતા હતા ત્યારે માર્કેટ ચોકમાં આરોપીઓએ સામે જોઈ કાતર મારી ગાળો આપતા તેઓ પાછા વળી આરોપી પાસે ગયા હતા અને ગાળો કેમ આપે છે તેમ પૂછ્યું હતું. જેથી બન્ને આરોપીઓએ કહ્યું હતું કે, વાંકાનેર નગર પાલિકાની ચૂંટણી સમયે કેમ વિજય સરઘસમાં ફટાકડા ફોડયા હતા.હવે આવી હોશયારી કરતો નહિ એમ કહી દુકાનમાંથી પાઇપ કાઢી માથામાં ફટકારી દેતા ઇજા પહોચાડી હતી. ઘટના અંગે વાંકાનેર સીટી પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments