વાંકાનેર તાલુકાનાં જોધપર ગામે નાના બાળકો રમતા હતા ત્યારે અંદરો અંદર ઝઘડો કરતા નજીવી બાબતનો ખાર રાખી બાળકના માતા સાથે રીક્ષામાં ધસી આવેલ ત્રણ આરોપીઓએ બાળકની બહેનને ઝાપટ મારી માથામાં પાઈપ ફટકારી દેતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા ભાવુબેન કિશનભાઈ સોલંકી નામના મહિલાએ આરોપી પ્રવીણભાઈ અમરશીભાઈ સોલંકી, મધુબેન ગોપાલભાઈ સોલંકી અને મીનાબેન પ્રવીણભાઈ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે,તા.24ના રોજ ફરિયાદીના પુત્ર જયદીપ અને જયદેવ માનવ ગોપાલભાઈ સોલંકી સાથે રમતા હતા ત્યારે બાળકો રમતા રમતા ઝઘડી પડતા આ બાબતનો ખાર રાખી માનવના માતા મધુબેન તેમજ આરોપી પ્રવીણભાઈ અને મીનાબેન રીક્ષામાં ધસી આવ્યા હતા અને બહાર રમી રહેલી તેમની પુત્રી શિવાનીને ઝાપટ મારી લોખંડનો પાઈપ માથામાં ફટકારી ગેસની નળી ફટકારી દેતા ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે વાંકાનેર પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.










