ટંકારા નજીક સરાયા ગામની સીમમાં આવેલ ફેકટરીમાં કામ કરતા શ્રમિકે તેમજ વાંકાનેરના વઘાસિયા ગામે બે અલગ અલગ બનાવમાં શ્રમિક યુવાનોએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
પ્રથમ બનાવમાં ટંકારા તાલુકના સરાયા ગામની સીમમાં આવેલ સ્લોગન કંપનીમાં લેબર કવાટર્સમાં રહેતા મૂળ રાજસ્થાનના બાસવાડા જિલ્લાના વતની નિરુભાઈ સોમાભાઈ પટેલ ઉ.20 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર લેબર કવાટર્સના રૂમમા ગળેફાંસો ખાઈ લીધો હતો.
જ્યારે વાંકાનેર તાલુકાના નવા વઘાસિયા ગામે રહેતા તુલસીભાઈ દલપતભાઈ પરમાર ઉ.33 નામના શ્રમિક યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર રૂમમાં ગળેફાંસો ખાઈ લેતા બનાવ અંગે પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.










