મોરબી: કહેવાય છે કે મોર ના ઇંડા ચિતરવા નો પડે તે કહેવતને પાટીદાર ધામ ના પ્રમુખ કિરીટ ભાઈની પુત્રીએ સાર્થક કરી છે.
આજ રોજ આર કે યુનિવર્સિટી રાજકોટમાં ફાર્મસી નું રિઝલ્ટ આવ્યું છે. તેમાં મોરબી જિલ્લાના વાંકડા ગામના અને પાટીદાર ધામ મોરબીના પ્રમુખ ની પુત્રી દેકાવડીયા દ્રષ્ટિ કિરીટ ભાઈ ટોપ ટેન માં ઝળહળી છે. તેણે બી ફાર્મ ના સેમેસ્ટર 7 માં 9 માં નંબર સાથે ટોપ ટેન માં સામેલ થયેલ છે. તેમને સમાજ,કુટુંબ, પરિવાર ,સગા વહાલા,સંબંધી,બહેનપણી ,મિત્ર વર્તુળ તરફથી અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે…












