વાંકાનેર : રાજકોટ – અમદાવાદ હાઇવે ઉપર એમએચ-46-એએફ- 9050 નંબરના એન્ગલ ભરેલા ટ્રકની સાઈડ કાપવા જતા ટ્રકની બહાર નીકળેલા એન્ગલ સાથે અથડાતા જીજે -13-બીએચ – 1549 નંબરના બાઈક ચાલક પ્રકાશભાઈ વિરજીભાઈ મેઘાણી રહે.મોટી મોલડી તા. ચોટીલા વાળાનું ઇજાઓ પહોંચતા મૃત્યુ નિપજતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.અકસ્માત સર્જ્યો બાદ ટ્રક ટ્રેઈલર ચાલક નાસી ગયો હતો.










