ટ્રકમાંથી બટેટા ઢોળાયા બાદ વાહનો ફરી વળતા રસ્તા ઉપર ગંદકી
મોરબી : મોરબી શહેરના શનાળા નજીક સોમવારે વહેલી સવારે બટાટા ભરેલા ટ્રકમાંથી બટાટા રસ્તા ઉપર ઢોળાઇ ગયા બાદ આ બટાટા ઉપર વાહનો ફરી વળતા રસ્તા ઉપર ગંદકી ફેલાઈ ગઈ હતી અને તીવ્ર દુર્ગંધ ફેલાતા લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરમા સોમવારે વહેલી સવારે બટાટા ભરેલા ટ્રકમાંથી કોઈપણ રીતે મોટા પ્રમાણમાં બટાટા રસ્તા ઉપર ઢોળાઇ જતા શનાળા ગામના ઝાપાથી લઈ શક્તિમાતાજીના મંદિર સુધી બટાટાની રેલમછેલ થઈ ગઈ હતી. વધુમાં બટાટા રોડ ઉપર ઢોળાયા બાદ અનેક વાહનો બટાટા ઉપર ફરી વળતા હાઇવે રોડ ઉપર ગંદકી છવાઈ ગઈ હતી જેને પરિણામે તીવ્ર દુર્ગંધ પણ ફેલાઈ જતા લોકોને અહીંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે.











