Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiનવા મહેન્દ્રનગર લાપતા થયેલી બાળકીનું પરિવાર સાથે સુખદ મિલન કરાવતી બી ડીવીઝન...

નવા મહેન્દ્રનગર લાપતા થયેલી બાળકીનું પરિવાર સાથે સુખદ મિલન કરાવતી બી ડીવીઝન SHE ટીમ

મોરબી : નવું મહેન્દ્રનગર પાસેથી 5 વર્ષની વાલી વારસ વગરની બાળકી મળી આવી હતી. આ બાળકીનું SHE ટીમે પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું.

મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન 27 એપ્રિલના રોજ સવારના સમયે આ બાળકી મળી આવી હતી. જેથી પોલીસે તેના વાલી વારસની શોધખોળ કરતાં મળી આવ્યા ન હતા. જેથી પોલીસે બાળકીને પોલીસ સ્ટેશને લાવીને તેના વાલી વારસની શોધખોળ શરૂ કરી હતી. ખૂબ જ ટૂંકા સમયમાં મહેન્દ્રનગર પાસે આવેલા હનુમંત એપાર્ટમેન્ટમાં વોચમેનનું કામ કરતાં મનોજભાઈ બલબીરભાઈ થાપાની આ દીકરી હોય ખાતરી કરીને બાળકીને વાલીને સોંપવામાં આવી હતી. આ તકે માતા-પિતાએ પણ રાહતનો શ્વાસ લીધો હતો અને પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments