Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ટ્રક હડફેટે માતા પિતાની નજર સામે બાળકીનું મોત

મોરબીમાં ટ્રક હડફેટે માતા પિતાની નજર સામે બાળકીનું મોત

મોરબી : મોરબી – માળીયા હાઇવે ઉપર માળીયા ફાટક ઓવરબ્રિજ પાસે એક ટ્રક ચાલકે ઓવરટેક કરી બાઈક ચાલકને દબાવી દઈ અકસ્માત સર્જતાં માતાપિતાની નજર સામે માસૂમ બાળકીનુ ટ્રકના તોતિંગ વ્હીલ નીચે કચડાઈ જતા મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માત બાદ ટ્રક ચાલક નાસી ગયો હતો.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પિન્ટુભાઈ ચનાભાઈ પરમાર રહે. વેજીટેબલ રોડ મોરબી વાળાએ જાહેર કર્યું હતું કે, ગત તા.2જી એપ્રિલના રોજ તેઓ તેમના પત્ની અસ્મિતાબેન અને પુત્રી આયુશી સાથે બાઈક લઈને જતા હતા ત્યારે માળીયા ફાટક ઓવરબ્રિજ નજીક જીજે – 37 – ટી – 6990 નંબરના ટ્રક ચાલકે બાઇકની સાઈડ કાપી દબાવી દઇ અકસ્માત સર્જ્યો હતો.આ અકસ્માતમાં બાઈકમાંથી આયુશી નીચે પટકાતા ટ્રકનું વ્હીલ ફરી વળતા આયુશીનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેઓને તેમજ તેમના પત્નીને ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક નાસી ગયો હોય બનાવ અંગે પિન્ટુભાઈની ફરિયાદને આધારે ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments