Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેર તાલુકાના ઉચ્ચ પ્રાથમિક શિક્ષકો (ગણિત વિજ્ઞાન ) ના વહીવટી ટેક્નિકલ બાબતોને...

વાંકાનેર તાલુકાના ઉચ્ચ પ્રાથમિક શિક્ષકો (ગણિત વિજ્ઞાન ) ના વહીવટી ટેક્નિકલ બાબતોને લગતા પ્રશ્નોનું તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખને આવેદન પાઠવ્યું

વાંકાનેર : તાલુકાના ગણિત વિજ્ઞાનના ઉચ્ચત્તર પ્રાથમિક વિભાગના શિક્ષકોને ભણતરમાં ભાર ના પડે એ માટે BRC તથા CRC માટે ચાર્જ ન આપવો પરંતુ એ જ શિક્ષકોને શાળામાં સૌથી વધુ જરૂરી કામમાં સમય લાગે અને બાળકોના ભણતરને વધારે અસર કરે એવી કામગીરી એટલે કે આચાર્યના ચાર્જ આપવો આવી બેવડી નીતિનો વાંકાનેર તાલુકાના તમામ ઉચ્ચતર પ્રાથમિક શિક્ષક દ્વારા વિરોધ કરવામાં આવેલ જે બાબતે વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ હર હંમેશ શિક્ષકોના પ્રશ્નોમાં સાથે હોય એ રીતે આ મુખ્ય પ્રશ્નોમાં વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તથા મહામંત્રી દ્વારા તાત્કાલિક અસરથી આ બાબતો અને અન્ય તમામ જરૂરી બાબતો માટેનું આવેદન પત્ર તૈયાર કરેલ જ્યારે આ આવેદન આજરોજ તા. 30.04.2025 ને બુધવારના રોજ વાંકાનેર તાલુકાના પ્રાથમિક ઉચ્ચતર વિભાગ (ગણિત વિજ્ઞાન) ના શિક્ષકો અને વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખની હાજરીમાં આ આવેદન ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ વિરમભાઇ દેસાઈને રૂબરૂમાં આપવામાં આવેલ અને આ મુખ્ય મુદ્દાઓના પ્રશ્નોનું તાકીદે નિરાકરણ લાવવા ખાસ રજૂઆત કરવામાં આવી હતી. જેની ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જલ્દીથી નિરાકરણ લાવવા માટે આ બાબતે ઉપપ્રમુખ દ્વારા ખાતરી આપવામાં આવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments