Saturday, August 2, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીમાં કાલે હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા નેચરલ વસ્તુઓનું વેચાણ કરાશે

મોરબીમાં કાલે હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા નેચરલ વસ્તુઓનું વેચાણ કરાશે

મોરબી : આવતીકાલે તારીખ 4 મે ને રવિવારના રોજ મોરબીમાં હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા માર્કેટિંગ યાર્ડની બહારની બાજુએ,આર.ડી.સી.બેન્કના દરવાજા પાસે, ન્યૂ હાઉસિંગ બોર્ડની સામે, શનાળા રોડ ખાતે સવારે 8 થી બપોરના 12 વાગ્યા સુધી નેચરલ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે.

જેમાં હરડે પાવડર, ગીલોય ઘનવટી, નેચરલ સાબુ, ડાંગની રાગીના ભૂંગળા તથા લોટ મળશે, ગૌમૂત્ર અર્ક, કેળાના પાપડ, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક, નગોળનું તેલ, આંબળાની મીઠી કેન્ડી, રાહતદરે દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ, રસોડામાં ઉપયોગી એવા લાકડામાંથી બનાવેલ પાટલા, વેલણ, જેરણી, ઓર્ગેનિક શાકભાજી મળશે. આ વિતરણ વ્યવસ્થાનો સૌ લાભ લે તેવી મોરબી હરડે પ્રચાર કેન્દ્રના સંયોજક જીતુભાઈ ઠક્કર દ્વારા જણાવાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments