મોરબી : સરતાનપર રોડ ઉપર સિરામિક એકમમાં રહેતા એક સગર્ભાને દુઃખાવો ઉપડ્યા બાદ 108માં હોસ્પિટલ લઈ જવામાં આવતા હતા ત્યારે રસ્તામાં સફળ ડિલિવરી કરાવવામાં આવી છે.
108ને ઈમરજન્સી કોલ આવતા સરતાનપર રોડ ઉપર સિરામિક એકમમાં રહેતા સગર્ભા કાંતાબેન લાલુભાઈને હોસ્પિટલમાં ખસેડવા લઈ જવામાં આવી રહ્યા હતા. સગર્ભાને અતિશય દુખાવો ઉપડ્યા બાદ ડો. પરમારના માર્ગદર્શન હેઠળ રસ્તામાં જ 108માં ઈએમટી પ્રવીણ મેર અને પાયલોટ બ્રીજરાજસિંહે મળીને સગર્ભાની સફળ ડિલિવરી કરાવી હતી. માતા અને બાળકને કોઈ પણ તકલીફ ન હતી. માતા અને બાળકને ઢુવા પીએચસીમાં લઈ જવામાં આવ્યા હતા.











