Wednesday, May 13, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની નિર્મલ વિદ્યાલયનો ધો.12 સાયન્સમાં ડંકો : રચિત કૈલાએ સમગ્ર રાજ્યમાં પ્રથમ...

મોરબીની નિર્મલ વિદ્યાલયનો ધો.12 સાયન્સમાં ડંકો : રચિત કૈલાએ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવ્યો

આંધળી મહેનત નહિ પણ સ્માર્ટ વર્કથી સિદ્ધિ હાંસલ કરી : રચિત હવે રાજ્યની નંબર વન DAIICT એન્જીનીયરીંગ કોલેજમાં પ્રવેશ મેળવી એન્જીનીયરીંગ ક્ષેત્રે કારકિર્દી ઘડશે

મોરબી : આજે ધો. 12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે. જેમાં મોરબીના રચિત કૈલાએ 99.99 પીઆર સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવીને મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. હાલ કૈલા પરિવાર ઉપર ઠેર ઠેરથી શુભકામનાઓ વર્ષી રહી છે.

રચિત કૈલા મોરબીની નિર્મલ સાયન્સ સ્કૂલમાં અભ્યાસ કરે છે. અગાઉ તેને JEEમાં પણ સમગ્ર મોરબી જિલ્લામાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો. તે માત્ર સ્કૂલમાં જ શિક્ષણ લેતો હતો. કોઈ વધારાના કોચિંગ કલાસ વગર તેને આ સિદ્ધિ હાંસલ કરી છે. આ અંગે રચિતે જણાવ્યું હતું કે તેને અભ્યાસમાં રૂચી છે. તેને સ્માર્ટ વર્કથી આ સફળતા મળી છે. તે જેટલું વાંચન કરતો એટલું ક્વોલિટી વાંચન કરતો હતો. અને પરિણામનો કોઈ જાતનો સ્ટ્રેસ લીધા વગર જ તેને ધો.12નો અભ્યાસ પૂર્ણ કરી પરીક્ષા આપી હતી.

રચિતના પિતા શક્તિભાઈ કૈલા જેઓ હળવદના ઈશ્વરનગરમાં આવેલ શ્રી આર.વી.કાચરોલા હાઈસ્કૂલના આચાર્ય તરીકે ફરજ બજાવે છે. તેઓએ જણાવ્યું કે તેઓએ ક્યારેય તેમના બાળકને અભ્યાસ માટે દબાણ કર્યું નથી. તે દિવસ દરમિયાન સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. બાકી ઘરે આરામથી વાંચન કરતો હતો. તેને ખૂબ ગંભીરતાથી મહેનત કરી નથી. અભ્યાસ પ્રત્યેની તેની રૂચિથી જે પણ શિક્ષણ વર્ક કરતો તે ક્વોલિટી વર્ક જ કરતો હતો. તેને મેથ્સમાં શોખ વધુ હતો એટલે એ ગ્રુપ રાખ્યું. હવે તેની ઈચ્છા ગુજરાતની નંબર વન DAIICT એન્જીનીયરીંગ કોલેજમાં અભ્યાસ કરવાની છે. તે સમગ્ર રાજ્યમાં પ્રથમ છે એટલે સરળતાથી આ કોલેજમાં પ્રવેશ પણ મળી જશે. તે એન્જીનીયરીંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છે છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments