મોરબી : કાવઠીયા નંદની ધર્મેન્દ્રભાઈ ગામ- બેલા(રં) હાલ મોરબી કે જેણે આજરોજ તારીખ- 5/5/2025 ના રોજ જાહેર થયેલ ગુજરાત બોર્ડ વિજ્ઞાનપ્રવાહના પરિણામમા કુલ 650 ગુણમાંથી 604 ગુણ મેળવી 99.78 પર્સેન્ટાઈલ તથા ગુજકેટના પરિણામમાં કુલ 120 ગુણમાંથી 108.75 ગુણ મેળવી 99.46 પર્સેન્ટાઈલ તથા જીવવિજ્ઞાનમા કુલ 100 માથી 100 ગુણ મેળવી સમગ્ર કાવઠીયા પરિવાર નું નામ રોશન કર્યું છે. જે બદલ સમગ્ર કાવઠીયા પરિવાર હર્ષની લાગણી અનુભવે છે. આ તકે સમસ્ત પરિવાર નંદની કાવઠીયાને ખૂબ ખૂબ.. શુભેચ્છાઓ પાઠવે છે. જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિના સોપાનો સર કરે તેવી શુભકામનાઓ પાઠવે છે.











