Wednesday, May 13, 2026
No menu items!
Google search engine
ઘરNewsઓરપેટ કન્યા વિદ્યાલય ફરી એક વખત અવલનંબરે સરકારી શાળાનું 100% પરીણામ

ઓરપેટ કન્યા વિદ્યાલય ફરી એક વખત અવલનંબરે સરકારી શાળાનું 100% પરીણામ

ઓરપેટ કન્યા વિદ્યાલય ટંકારાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહ માર્ચ 2025 નું ઝળહળતું 100% પરિણામ મેળવી ફરી એક વાર શાળાએ સ્વપ્ન બતાવી ને સાકાર કરી બતાવ્યું છે. આ સાથે ટંકારા તાલુકામાં A1 ગ્રેડ ધરાવતી એકમાત્ર શાળા બની જેનાં 6 વિદ્યાર્થી A1 ગ્રેડ અને 27 વિદ્યાર્થી A2 ગ્રેડ સાથે ઉત્તિર્ણ થયા છે.

શાળાની છાત્રા ચૌહાણ પ્રિયંકા અને ઝાલા શ્રદ્ધાબા 99.69 પીઆર સાથે અવ્વલ નંબરે, કાવર ક્રિષ્ના 99.63 પીઆર સાથે દ્વિતીય ક્રમે, ગજેરા તુળજા 99.10 પીઆર સાથે ત્રીજા ક્રમે, બથવાર નેહા 98.97 પીઆર સાથે ચોથા નંબરે અને ઉભડિયા ખુશાલી 98.73 સાથે પાંચમો નંબર મેળવ્યો હતો

આ ઉપરાંત 100 માંથી 100 ગુણ મેળવનાર વિદ્યાર્થીનીઓ તત્વજ્ઞાનમાં છૈયા ક્રિષ્નાઅને બથવાર નેહા, આંકડાશાસ્ત્રમાં ચૌહાણ પ્રિયંકા, નામાના મૂળ તત્વોમાં ચૌહાણ પ્રિયંકા અને કાવર ક્રિશ્ના, એસપી વિષયમાં ચૌહાણ પ્રિયંકા, અર્થશાસ્ત્ર વિષયમાં ઝાલા શ્રદ્ધાબા છે .

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પણ 92.31% સાથે ઓરપેટ કન્યા વિદ્યાલય અવ્વલ નંબરે છે જેમાં પ્રથમ સંઘાણી જેનીશા, દ્વિતીય ગજેરા સુહાની અને તૃતીય કાંજીયા બંસી છે. તમામ છાત્રોને શાળા પરીવાર આચાર્ય શ્રી શિક્ષકો દ્વારા આગળના અભ્યાસ માટે શુભેચ્છા પાઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ટંકારા તાલુકામાં દિકરીને ઉચ્ચ અભ્યાસ અને ઉચ્ચી ઉડાન ભરવા ખુલ્લુ આકાશ આપતી સરકારી શાળા ની આ અવિરત સિધ્ધી થકી હજારો દિકરી લાભ લઈ આજે ઉચાઈ ના શિખરો સર કરી ઓરપેટ કન્યા વિદ્યાલય નો ઝંડો ગાળી બતાવ્યો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments