મોરબી : આજે ગુજરાત બોર્ડનું ધોરણ 12નું પરિણામ જાહેર થયું છે. જેમાં મોરબીના બરવાળા ગામે આવેલી સરસ્વતી ભગવતી વિદ્યાલયે જ્વલંત પરિણામ હાંસલ કર્યું છે. સરસ્વતી ભગવતી વિદ્યાલયનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ આવ્યું છે.
બરવાળાની સરસ્વતી ભગવતી વિદ્યાલયના 42 વિદ્યાર્થીઓમાંથી તમામ 42 વિદ્યાર્થીઓ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં પાસ થયા છે. જેથી શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે. સ્વ. જેરાજભાઈ કરમશીભાઈ પટેલ દ્વારા સ્થાપિત છેલ્લા 55 વર્ષથી આ વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે કાર્યરત આ શાળાનો હમણાં જ સુવર્ણ જયંતી કાર્યક્રમ સંપન્ન થયો છે.
સંસ્થાના હાલના પ્રમુખ જયંતીભાઈ જેરાજભાઈ પટેલ અને અન્ય ટ્રસ્ટી મંડળના સભ્યોએ દરેક સફળ વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રોને અભિનંદન પાઠવ્યા છે.











