મોરબી શહેરની નાસ્તા ગલીમાં આવેલ શ્રીનાથજી મોબાઈલ નામની દુકાનમાં સવારે એક ઇસમ મોબાઈલ વેચવા આવ્યો હતો જે ઇસમેં બ્લેક કલરનં ટીશર્ટ પહેર્યું હતું મોબાઈલ વેચવાનો છે તેમ કહેતા વેપારીએ બીલ માંગ્યું હતું અને મોબાઈલનો કોઈપણ આધાર પુરાવા ઇસમ પાસે ના હતા
જેથી વેપારી દ્વારા પોલીસને જાણ કરવામાં આવશે તેવી શંકા જતા ઇસમ મારી પત્નીને બોલાવી લાવું કહીને નીકળી ગયો હતો અને નાસી ગયો હતો જે બનાવ મામલે શ્રીનાથજી મોબાઈલના સંચાલક વિશાલભાઈ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી અને મોબાઈલ તેની દુકાને જ હોય જેથી જેનો હોય તેને ખરાઈ કરીને લઇ જવા જણાવ્યું છે


