બ્રહ્મ સમાજના અગ્રણી પ્રવિણભાઇ પંડ્યાને મંત્રી તરીકેની જવાબદારી સોંપાઈ
વાંકાનેર : પ્રદેશ ભાજપ દ્વારા શહેર અને તાલુકા ભાજપ પ્રમુખની વરણી કરવામાં આવી હતી બાદમાં તાલુકા સંગઠનની પુનઃ રચના કરવામાં આવી છે, જેમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી તેમજ સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી વિનોદભાઈ ચાવડા તેમજ મોરબી જિલ્લા પ્રભારી હિતેશભાઈ ચૌધરી તેમજ સ્થાનિક મંડળ સાથે ચર્ચા વિચારણા કરી મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા દ્વારા વાંકાનેર તાલુકા ભાજપના વિવિધ હોદ્દેદારો વરણી કરવામાં આવી છે.
નવનિયુક્ત વરણીમાં તાલુકા ભાજપ પ્રમુખ તરીકે ચતુરભાઈ મકવાણાની અગાઉ નિમણૂક કરવામાં આવી હતી ત્યાર બાદ આજે ઉપપ્રમુખ તરીકે ભગવાનજીભાઈ લગરાભાઈ મેર , રેખાબેન અવચરભાઈ વિજવાડિયા, ઇન્દ્રજીતસિંહ અજીતસિંહ ઝાલા , હંસાબેન અવચરભાઈ સરાડીયા , ભવાનભાઈ ઘોઘાભાઈ રાઠોડ , દુષ્યંતસિંહ મહાવીરસિંહ ઝાલા , જ્યારે મહામંત્રી તરીકે સામજીભાઈ ડોસાભાઈ કેરવાડીયા તથા ભરતભાઈ સતાભાઈ મુંધવા તેમજ મંત્રી હકુબેન રમેશભાઈ રોજાસરા , જયેશભાઈ બીજલભાઇ ડોંસા , અમૃતબેન જીવરાજભાઈ ગુગડીયા , નરેન્દ્રભાઈ પોપટભાઈ સોલંકી , પ્રવીણભાઈ નરોત્તમભાઈ પંડ્યા , ચાવડા હંસાબેન વિનુભાઈ અને કોષાધ્યક્ષ તરીકે ઉપેન્દ્રભાઈ મોહનભાઈ અંદોદરીયાની નિમણૂક કરવામાં આવી છે.
તાલુકા સંગઠનની વરણીમાં તમામ સમાજને યોગ્ય ન્યાય મળતા ભાજપના હોદેદારો તથા કાર્યકરો દ્વારા વધાવવામાં આવેલ છે.











