મોરબી : દેશની સરહદે ભારત પાક વચ્ચે તનાવભરી પરિસ્થિતિ છે. ભારત આંતકવાદ વિરુદ્ધ લડાઈ લડી રહ્યું હોય એની સામે પાકિસ્તાન ખોટી રીતે ચંચુપાત કરતું હોવાથી યુદ્ધ જેવી આપાતકાલીન સ્થિતિ આવી પડી છે. આવી ગંભીર સ્થિતિ આવે તો ધાયલોને મદદરૂપ થવા ઠેરઠેર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મોરબીમાં પણ કોંગ્રેસ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું અને કોંગ્રેસના અગ્રણીઓ તેમજ કાર્યકરોએ દેશના હિત માટે રક્તદાન કરીને દેશભાવના વ્યક્ત કરી હતી.









