વાંકાનેર : રાજ્યના હવામાન વિભાગ તથા આગાહીકારો દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી હતી જેના અનુસંધાને છેલ્લા કેટલાક દિવસોથી વાંકાનેર પંથકમાં લોકો ભારે બફારો અનુભવી રહ્યા હતા. તેમાં પણ છેલ્લા ત્રણેક દિવસથી અસહ્ય ગરમી અને બફારાથી લોકો ત્રસ્ત આવી ગયા હતા.
જો કે પાંચેક દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો હતો ત્યારે આજે સવારથી જ વરસાદી માહોલ સર્જાયો હતો જેના પગલે સાંજે પાંચેક વાગ્યાથી કમોસમી વરસાદ શહેરમાં પાણી પાણી થઈ ગયું હતું. જાણે વર્ષાઋતુમાં વરસાદ વરસે તેમ દે ધનાધન તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી તેથી લોકોએ રાહત અનુભવી હતી.











