Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પીએસઆઇ બી.આર.જાડેજા અકસ્માતમાં અવસાન

મોરબી પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પીએસઆઇ બી.આર.જાડેજા અકસ્માતમાં અવસાન

મોરબી પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પીએસઆઇ બી.આર.જાડેજાનું અકસ્માતમાં અવસાન થતાં પોલીસ બેડામાં શોકનો માહોલ છવાયો છે.

મળતી વિગતો મુજબ મૂળ ભુજના મોટા રૈયા ગામના રહેવાસી અને હાલ મોરબી પોલીસ હેડક્વાર્ટરમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા બી.આર.જાડેજા આજે મકનસર ખાતે આવેલ હેડક્વાર્ટરમાંથી ફરજ બજાવી બહાર નીકળતા સમયે ટ્રકે તેમના વાહનને હડફેટે લેતા મોત નિપજ્યું હતું. હાલ તેમના મૃતદેહને પીએમ અર્થે મોરબી સિવિલ હૉસ્પિટલ ખાતે લય આવવામાં આવ્યો છે. ત્યારે આ બનાવની જાણ થતાં જ ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીનો કાફલો સિવિલ હોસ્પિટલ પહોંચ્યો છે. અને હાલ પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે બીજી તરફ મોરબી જિલ્લા પોલીસ વિભાગમાં શોકનો માહોલ છવાયો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments