Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ચેક રિટર્ન કેસમાં બે આરોપીને એક વર્ષની સજા

મોરબીમાં ચેક રિટર્ન કેસમાં બે આરોપીને એક વર્ષની સજા

મોરબી : મોરબીમાં ચેક રીટર્ન કેસમાં બે આરોપીઓને કોર્ટે એક વર્ષની સજા અને ચેકની બમણી રકમ 9 ટકા વ્યાજ સાથે ફરિયાદીને ચૂકવવાનો હુકમ કરી દાખલારૂપ ચુકાદો જાહેર કર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ફરીયાદી મનીષભાઈ કેશવજીભાઇ હરણીયાએ આરોપી-ડેલ્ટા પ્રોજેક્ટના ભાગીદાર (1)આનંદ કણસાગરા અને (2)સુમીત કરશનભાઈ ભીમાણી, રહે-બંને રાજકોટવાળાની સામે મોરબીની નામદાર અદાલતમાં ફોજદારી કેસ નંબર-7263/2022 થી સામે ચેક રીટર્ન થયા અંગેની નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળની ફરીયાદ મોરબીની ત્રીજા એડી.ચીફ જ્યુડી.મેજીસ્ટ્રેટ ડી.કે.ચંદનાની સાહેબની કોર્ટમાં દાખલ કરેલ હતી.
જે કેસ ચાલી જતા ફરીયાદીના એડવોકેટ ગૌતમ વરીયાની ધારદાર દલીલ અને નેગોશીએબલના કાયદાની જોગવાઈઓના આધારે ત્રીજા એડી.ચીફ જ્યુડી.મેજીસ્ટ્રેટ ડી.કે.ચંદનાની સાહેબે આરોપી-આરોપી નંબર-2 આનંદ કણસાગરા અને નંબર-૩ સુમીત કરશનભાઈ ભીમાણી ને તકસીરવાન ઠરાવી આરોપીને 1 વર્ષની સાદી કેદની સજા અનેચેકની બાકી નીકળતી રકમ રૂપીયા 3,00,000/- ના ડબલ રૂપીયા 6,00,000/- નો દંડ તથા તે દંડની રકમમાથી ફરીયાદીને ચેકની રકમ ફરીયાદ દાખલ કર્યા તારીખ થી ચુકવણી તારીખ સુધીનું 9% વ્યાજ સાથે વળતર ચૂકવવા હકમ ફરમાવેલ છે. તેમજ આરોપી નામદાર અદાલતમાં હાજર રહેલ ના હોય તેની સામે સજા વોરંટ કાઢવાનો હુકમ કરવામાં આવેલ છે. ફરિયાદી તરફે વકીલ તરીકે ગૌતમ વરીયા તથા બી.કે.ભટ્ટ રોકાયેલા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments