Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં લક્કી ડ્રોમાં બાઈક લાગ્યાના નામે યુવાન સાથે ફ્રોડ

મોરબીમાં લક્કી ડ્રોમાં બાઈક લાગ્યાના નામે યુવાન સાથે ફ્રોડ

મોરબીની સુપ્રસિદ્ધ સેવાભાવી સંસ્થામા ફાળો આપી લક્કી ડ્રોમા વિજેતા થયાના નામે મોરબીના યુવાનને ઇનામમાં હીરો સ્પ્લેન્ડર બાઈક લાગ્યું હોવાનું જણાવી જીએસટી તેમજ વીમાના પૈસાના નામે 17,944ની છેતરપીંડી આચરવામાં આવતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

મોરબીના ટીંબડી પાસે રહેતા ઝલકભાઈ પરસોત્તમભાઈ રાખોલિયા ઉ.26 નામના યુવાનના ફેસબુક પેઈજ ઉપર યદુનંદન ગૌ સેવા સમિતિના નામે લક્કી ઈનામી ડ્રોની જાહેરાત આવતા જાહેરાતમાં દર્શાવેલ ફોન ઉપર સંપર્ક કરી ટીકીટ લેતા મોબાઈલ નંબર ઉપરથી તમને હીરો સ્પ્લેન્ડર ઇનામમાં લાગ્યું હોવાનું કહી બાઈકના વીમાના તેમજ જીએસટીના રૂ.17,944 ભરવાનું જણાવતા યુપીઆઈ મારફતે પૈસા ભર્યા હતા. જો કે, આ બાબતે મોરબી યદુનંદન ગૌશાળામાં સંપર્ક કરતા આવી કોઈ ઈનામી ડ્રો ચાલતો ન હોવાનું જણાવતા યુવાન છતરાયો હોવાનું જણાવતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અત્રે નોંધનીય છે કે, ગત જાન્યુઆરી મહિનામાં મકરસંક્રાંતિના સમયે મોરબીની સેવાભાવી સંસ્થા યદુનંદન ગૌ શાળા સમિતિના નામે ગઠિયાએ દાનના નામે લક્કી ડ્રો યોજવાની જાહેરાત કર્યા બાદ ગૌશાળા સંચાલકે આવો કોઈ લક્કી ડ્રો કે ઈનામી યોજના જાહેર કરી ન હોવાનું જાહેર કર્યું હોવા છતાં મોરબીનો યુવાન છેતરાયો હોવાનું સામે આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments